ટંકારા આંગણવાડી બહેનો દ્વારા મામલતદારને રજૂઆત કરાઇ

ટંકારા આંગણવાડી બહેનો દ્વારા ટંકારા મામલતદાર મારફત રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે ગુજરાત આંગણવાડી વર્કરો દ્વારા ગત.ફેબ્રુ અને માર્ચમાં સરકાર સમક્ષ માંગણીઓ કરવામાં આવી હતી જેમાં 70000 આંગણવાડી વર્કરો-હેલ્પરોએ આંદોલનમાં ભાગ લીધો હતો.દેશના 8 રાજ્યોમાં ગત વર્ષે પગાર વધારો કૃ લધુતમ વેતનથી વધારે પગારો કરાયા છે.ચાર રાજ્યોમાં રૂ.10000 પગાર આપવામાં આવે છે.તો ગુજરાતમાં માત્ર રૂ.5500 વર્કર અને 2800 હેલપરોને આપવામાં આવે છે.આંગણવાડી વર્કર પાસેથી,યોજના ઉપરાંત 36 જેટલી વધારાની કામગીરી લેવાય છે.તેનું કોઈ જ વળતર ચૂકવાતું નથી.જે મામલે આવેદન આપી માંગણી કરવામાં આવી છે કે દેશના 8 રાજ્યોની જેમ પગારમાં વધારો કરવામાં આવે,નિવૃત વાય મર્યાદા 60 કરવામાં આવે,પ્રો.ફંડ.,ઇ.એસ.આઈ ની યોજના લાગુ કરવામાં આવે, હેલપરમાથી વર્કરમાં 50% જગ્યામાં પ્રમોશન આપવામાં આવે જેવી અનેક માંગણીઓ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat