


મલેરિયા મુક્ત ગુજરાત-૨૦૨૨ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાને મલેરિયા મુક્ત કરવાની વિવિધ પ્રવુંતીઓ હાથ ધરવામાં આવી હતી.જેમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ ઇન્ટ્રા-એરોડોમેસ્ટીક મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવાની પ્રવુતિ કરવમાં આવી હતી.આ અભિયાનમાં વિવિધ એન.જી.ઓ.,સામાજિક સંસ્થાઓ તથા અન્ય સ્વેચ્છિક સંસથાઓ સાથે મળી લોકજાગૃતિ અને મલેરિયા નાબુદી માટે સહકાર આપવમાં આવ્યો હતો.આજ રોજ મોરબી જીલ્લાની વિવિધ સંસ્થા અને સામાજિક કાર્યકરો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં મોરબી શહેરમાં ગંદકી દુર કરી સ્વચ્છતા જાળવી મચ્છરઉત્પત્તિ સ્થાનોની સંખ્ય ધટાડી મલેરિયા તેમજ અન્ય રોગોમાં ધટાડો થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી.અ બેઠકમાં ઇન્ચાર્જ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જય નિમાવત,જીલ્લા મલેરિયા અધિકારી ડો.સી.એલ.વારેવાડિયા,જીલ્લા આઈ.ઈ.સી.અધિકારી ડો.હાર્દિક રંગપરીયા તેમજ માનવ સેવા ટ્રસ્ટના પોપટભાઈ કગથરા,લાયન્સ કલ્બના ચંદ્રકાન્તભાઈ દફતરી,બજરંગ ધૂન મંડળના રામજીભાઈ દેત્રોજા,માતૃભૂમિ વંદના ટ્રસ્ટના મહેશભાઈ ભોરણીયા અને વકીલ મંડળના મગનભાઈ સંધાણી ઉપસ્થિત રહ્યા હતા.તેમજ બાળકોમાં નાની ઉમરમાં જોવા મળતા કેન્સર તથા એચ.આઈ.વી.રોગો અંગે સામાજિક ક્ષેત્રે શું કરી શકાય તે વિચારણા મોરબીના બાળરોગ નિષ્ણાત ડો.મનીષ સનારીયાએ ખાસ ઉપસ્થિત રહીને વિશેષ સમજુતી આપી હતી.

