માળીયા તાલુકાના ગામડાઓમાં ભાંભરૂ પાણી વિતરણ કરાતા ગ્રામજનોમાં રોષ

માળીયાના ખીરઇ સંપમાંથી તાલુકા પંથકના પર જેટલા ગામોમાં પાણી પુરવઠા તંત્ર દ્વારા ગ્રામજનોને ઘર વપરાશ અને પીવા માટે પાણીનું વિતરણ કરવામાં આવી રહયું છે. તાજેતરમાં છેલ્લા સાત દિવસથી માળીયા નજીક બનાવેલ સરદાર સરોવર પાણી સ્ટોરેજ તળાવમાં રહેલું ૫ થી ૬ માસ જુનુ અને ખુલ્લુ પડેલ પાણી ક્ષારયુકત જમીનના કારણે ભાંભરૂ બનેલું પાણી પુરવઠા તંત્ર દ્વારા વિતરણ કરવામાં આવતુ હોવાથી શરદી, ઉધરસ અને ગળુ દુઃખવાની અનેક ફરીયાદો ઉઠતા ગ્રામજનો રોષે ભરાયા છે.લોકો પીવાના પાણી માટે તલાવડામાંથી પાણી ભરવા લાંબા અંતરે વલખા મારવા પડે છે. ત્યારે ખીરઇ વેજલપર ખાખરેચી વેણાસર સહીતના ગામોમાં પીવા લાયક પાણી ન મળતા દેકારો મચી ગયો છે

Comments
Loading...
WhatsApp chat