માળિયા : પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ ઝેરી દવા પીધી


તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
માળિયામાં જખરિયાપીરની દરગાહ નજીક રહેતી પરિણીતાને તેના પતિ શારીરિક-માનસિક ત્રાસ આપી મારકૂટ કરી હોવાની ફરિયાદ મોરબી મહિલા પોલીસ મથકમાં નોંધાઈ છે.
માળિયાના જખરિયાપીરની દરગાહ નજીક રહેતા રજાકભાઈ ઈસાભાઈ જેડાએ અવારનવાર મારે બીજા લગ્ન કરવા છે તેમ કહી ફરિયાદી યાસ્મીનબેનને શારીરિક-માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરી મારકૂટ કરતા હોય જેથી ફરિયાદી યાસ્મીનબેને પોતે પોતાની મેળે કપાસમાં છાટવાની દવા પી લીધેલ હોય જે બાબતે યાસ્મીનબેને મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.



