માળિયા તાલુકા પંચાયત કોંગ્રેસે ગુમાવી, વાંકાનેરમાં સત્તા જાળવી રાખી

આજે રાજ્યભરમાં જીલ્લા અને તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી યોજવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લા પંચાયત અને પાંચેય તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હતું જોકે આજે થયેલી ચુંટણીઓમાં કોંગ્રેસે માળિયા અને હળવદ એમ બે તાલુકા પંચાયત ગુમાવી દીધી છે જયારે વાંકાનેર તાલુકા પંચાયત જાળવી રાખવામાં સફળતા મળી છે.

હળવદ તાલુકા પંચાયત ગુમાવ્યા બાદ કોંગ્રેસને બીજો ઝટકો માળિયા તાલુકા પંચાયતમાં લાગ્યો હતો જેમાં માળિયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના બે સદસ્યોએ ભાજપ તરફી મતદાન કર્યું હતું જયારે એક સદસ્ય ગેરહાજર રહેતા ભાજપનો ભગવો લહેરાયો હતો અને માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના વિજયાબેન રાઠોડ પ્રમુખ અને ઉપપ્રમુખ ધ્રુવકુમાર જાડેજા ચૂંટાયા હતા

જયારે વાંકાનેર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા હોય જ્યાં સત્તા જાળવી રાખવામાં સફળતા મળી છે તાલુકા પંચાયતના ૨૪ માંથી સાત સદસ્યો આજે ગેરહાજર રહ્યા હતા અને બાકીના સદસ્યોએ મતદાન કરતા પ્રમુખ તરીકે કોંગ્રેસના ફાતુબેન શેરસીયા બન્યા પ્રમુખ, રામુબેન એરવાડીયા ઉપપ્રમુખ ચૂંટાયા હતા જયારે મોરબી અને ટંકારા તાલુકા પંચાયત બિનહરીફ થતા પાંચ તાલુકા પંચાયતમાંથી કોંગ્રેસ પાસે ત્રણ બચી છે જયારે બેમાં ભાજપે સત્તા છીનવી લીધી છે.

Comments
Loading...
WhatsApp chat