માળીયાના સરવડ ગામે કોને માર મારી સોનાનો ચેન ઝુંટવી લેવામાં આવ્યો જાણો અહી ?

માળીયાના સરવડ ગામના રેહતા રમેશભાઈ બચુભાઈ પટેલ (ઉ.વ.૪૫) વાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે પાણીના પૈસાની બાબતમાં બોલાચાલી કરીને ઉશ્કેરાઈ જઈને બાલાભાઈ બેચરભાઈ પટેલ, મહેશ શામજીભાઈ પટેલ, બલદેવ બાલુભાઈ પટેલ, મનસુખ ગોવિંદભાઈ પટેલ, રમેશ બાલુભાઈ પટેલ, જીગ્નેશ બાલુભાઈ પટેલ, ભરત ગોવિંદભાઈ પટેલ અને શામજીભાઈ બેચરભાઈ પટેલ રહે. બધા સરવડ વાળાએ તેને માર મારી ગળામાં પહેરેલ બે તોલાનો સોનાનો ચેન કીમત રૂપિયા ૫૫,૦૦૦ બળજબરીથી કઢાવી લઇ તથા સાહેદ ગીરીશભાઈને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડાથી માર મારી ઈજાઓ પહોચાડી છે. માળિયા પોલીસે આઠ શખ્શો વિરુદ્ધ મારામારી, લૂટ સહિતના ગુન્હા નોંધી તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat