માળિયા લૂંટ : ડફેર ગેંગના બંને સાગરીતો આઠ દિવસના પોલીસ રિમાન્ડ પર
ડફેર ગેંગના વધુ બે સાગરીતોને ઝડપી કોર્ટમાં રજુ કરતા પોલીસ રિમાન્ડ મંજુર



માળિયા હાઈવે પર સ્ત્રીનો વેશ ધારણ કરીને ટ્રક ચાલકોને લૂંટી લેતી ડફેર ગેંગ દ્વારા ચલાવવામાં આવેલી લૂંટ અને લૂંટ વિથ મર્ડર કેસમાં માળિયા પોલીસે વધુ બે સાગરીતોને ઝડપી લીધા બાદ તેણે કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરતા આઠ દિવસના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે.
માળિયા હાઈવે લૂંટ અને લૂંટ વિથ મર્ડર કેસમાં એલસીબી ટીમે સઘન તપાસ ચલાવી ડફેર ગેંગના બે ઇસમોને દબોચી લઈને લૂંટ વિથ મર્ડરના કેસનો પર્દાફાશ કર્યો હતો અને વધુ તપાસ માળિયા પોલીસની ટીમ ચલાવતી હોય જેમાં પોલીસવડા જયપાલસિહ રાઠોડની સુચનાથી માળિયા પીએસઆઈ જે.ડી. ઝાલાની ટીમ દ્વારા ચલાવેલી તપાસમાં ગેંગના અન્ય બે સાગરીતો આરોપી લાલાભાઈ કાવાભાઇ ડફેર (ઊ.વ.૨૧) રહે. ગાંગડ અને અકબર સુમારભાઈ ડફેર રહે. રેથલ તા. સાણંદ વાળા બંને આરોપીને તેના ગામમાંથી દબોચી લીધા હતા
બંને આરોપીની વધુ પૂછપરછ ચલાવવા માટે કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવ્યા હતા અને કોર્ટે બંને આરોપીને આઠ દિવસના પોલીસ રિમાન્ડ પર સોપવાનો હુકમ કર્યો છે. રિમાન્ડ દરમિયાન લૂંટના મુદામાલ રીકવર કરવા ઉપરાંત અન્ય સાગરીતોને ઝડપી લેવા માળિયા પોલીસ વધુ પૂછપરછ ચલાવી રહી છે.

