માળીયાના SSC રીઝલટ અટકાવ બાબતે શિક્ષણ મંત્રી રજૂઆત કરવામાં આવી
દોષિત હોય તેવા પરીક્ષાથીઓ ને સજા આપો : વાલીઓ



રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ ના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં મોરબી જીલ્લાનું સરેરાશ પરિણામ ૭૧.૧૭ ટકા જેટલું રહ્યું છે. જેમાં મોરબી જીલ્લાના માળિયા સેન્ટરનું ૮૪.૫૮ ટકા પરિણામ આવ્યું હતું અને જે ગત વર્ષ કરતા ૧૯ ટકા જેટલું વધારે છે અને ત્યાં પરીક્ષાથીઓ ચોરી કરી હોવાનું CCTV માં જોવા મળતા માળિયા સેન્ટરનું પરિણામ હાલ સ્થગિત કરવામાં આવ્યું છે આ મામલે મોરબી જીલ્લાના એજ્યુકેશન ઇન્સપેક્ટર પી.એમ.ચૌહાણે માહિતી આપતા જણાવ્યું હતું કે બધા વિધાયાર્થીઓ ચોરી કરી નથી પણ કેટલાક વિધાયાર્થીઓ ને લીધે તમામ ભોગ્વાનો વારો આવ્યો છે આ મામલે સચિવ ને રજૂઆત કરી યોગ્ય નિકાલ લેવા માગ કરી છે અને જે વિધાયાર્થીઓ ચોરી કરી છે તેને સજા થવી જોઈએ અને વાલીઓ અને પરીક્ષાર્થીઓ પણ આવી જ માગ છે તો મળતી વિગતો મુજબ આજે માળિયા વિસ્તારના રાજકીય આગેવનો શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને મળી ને આ બાબતે રજૂઆત કરી હતી .

