માળીયા: પોલીસ દ્વારા વ્યાજંકવાદનું દુષણ ડામવા લોક દરબાર તથા લોન મેળો યોજાયો

ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરિના દૂષણ અને ડામવા માટે સમગ્ર ગુજરાતની પોલીસને કામે લગાડી છે ત્યારે મોરબી જિલ્લામાં વ્યાજંકવાદનું દુષણ ડામવા અને સામાન્ય પ્રજાજનો વ્યાજબી દરે લોન/ધિરાણ મળી શકે તે માટે લોનમેળાનું આયોજન કર્યું હતું.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આજે માળીયા(મિયાણા)પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે સવારે 11 વાગ્યે મોરબી જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર તથા લોન મેળો યોજાયો હતો. જેમાં મોરબી જીલ્લા પોલીસ દ્રારા જરૂરીયાતમંદ નાગરીકોને વ્યાજબી દરે લોન / ધિરાણ સરળતાથી મળી શકે લોન મેળો યોજ્યો હતો. જેમાં રાષ્ટ્રીય બેન્કો તથા સહકારી બેન્કોના પ્રતિનિધીઓ તથા જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી તથા જીલ્લામાં આ પ્રકારની લોન સહાય આપતા અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધીઓ હાજર રહ્યા હતા. તથા નાગરિકોએ લોન અંગેની માહિતી મેળવી હતી. આ ઉપરાંત લોકદરબારમાં પોલીસે વ્યાજખોરોથી બચવા મોરબીવાસીઓને અપીલ કરી હતી

વ્યાજખોરોના ચક્કરમાં ફસાઇ મિલકત કે જીવ ગુમાવવાના કિસ્સાઓ વધતાં રાજ્ય સરકારે દખલ કરી આવી પ્રવૃત્તિ પર અંકુશ લાવવા કડક હાથે કામ લેવા આદેશ કર્યો છે ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા અગાઉ વ્યાજખોરોને નાથવા માટે લોક દરબારનું આયોજન કરવામા આવ્યું હતું. આ ઉપરાંત હવે લોકો વ્યાજખોરોથી દૂર રહે અને પોતાની નાણાની જરૂરિયાત પૂરી કરવા સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી લોન મેળવે તેવા હેતુસર આજે પોલીસે લોન મેળાનું આયોજન કર્યું હતું. જેમાં વિવિધ લોન આપવા માટે લોકોને માર્ગદર્શન અપાયું હતું.

 

Comments
Loading...
WhatsApp chat