માળીયા પોલીસે ખૂનની કોશિશના ગુન્હામાં છ આરોપીને ઝડપી લીધા

માળીયા પંથકમાં ગઈકાલે ખંડણી મામલે એક યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હોય અને ઢોર માર માર્યા બાદ ભોગ બનનાર યુવાનના ભાઈ સહિતનાઓએ બે યુવાનો પર જીવલેણ હુમલો કરતા સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે

માળીયાના રહેવાસી હનીફ ગફુર કટિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી વલુ સાઉદીન જેડા, હારૂન દિલાવર જેડા અને હસન કટિયા એ ત્રણ શખ્શોએ યુવાનને કા તો મહિને 2 લાખ આપ કા તો ઝીંગામાં અડધો ભાગ આપ કહીને બાંધી તેને માર માર્યો હતો અને અપહરણ કરી ગયા હતા જોકે ગમે તેમ કરીને ફરિયાદી યુવાન નાસી જવામાં સફળ રહ્યો હતો અને બાદમાં તેના ભાઈ સહિતનાઓએ સામો પ્રહાર કર્યો હતો

જેમાં સામાપક્ષે હારૂન દિલાવર જેડાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી હનીફ ગફુર કટિયા, મકો ઉર્ફે ડાડો ગફુર કટિયા, શાહરુખ ઉર્ફે કારો મહેબૂબ જેડા, રફીક સામતાણી, આવેશ સામતાણી અને આશીફ જેડા એ તમામ આરોપીઓએ એકસંપ કરીને બે યુવાનો પાર જીવલેણ હુમલો કરી દેતા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પોલીસે હત્યાની કોશિશનો ગુન્હો નોંધી વધુ તાપસ ચલાવી છે બંને પક્ષની સામસામી ફરિયાદ બાદ માળીયા પોલીસે ધોરણસરની તાપસ હાથ ધરી છે જે ફરિયાદ બાદ પોલીસે તમામ આરોપીને દબોચી લીધા છે અને રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે

Comments
Loading...
WhatsApp chat