માળીયામાં ટીવી-મોબાઈલ ચોરી કરનાર આરોપી ઝડપાયા

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી માળિયા પીએસઆઈ જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળની ટીમે ચોરી સહિતના ગુન્હાનોના ભેદ ઉકેલવા તપાસ ચલાવી હતી જેમાં ગત તા. ૨૫ ના રોજ માળિયા પંથકમાં ધાબા પર સુતેલા પરિવારનો એક મોબાઈલ કીમત રૂપિયા ૫૦૦૦ અને અન્ય ગુલામ સબીર મુસાભાઈના ઘરમાંથી એલ.ઈ.ડી. ટીવી કીમત રૂપિયા ૫૦૦૦ મળી કુલ ૧૦,૦૦૦ ની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી જે મામલે માળિયા પોલીસે તપાસ ચલાવતા આરોપી મુકેશ ભારમલ સોઢા અને એહમદ રમજાન કટિયા રહે. બંને માળિયા (મી.) વાળાને શંકાને આધારે દબોચી લઈને સઘન પૂછપરછ કરતા ચોરીની કબુલાત આપતા બંનેની અટકાયત કરી ચોરીનો મુદામાલ રીકવર કરવામાં સફળતા મળી છે.

Comments
Loading...
WhatsApp chat