



માળીયાના ના નવલખી રોઙ પર આવેલ દહીંસરા ગામ ના પાટીયા થી નજીક અને ખીરસરા પાસે મોટદહીંસરા ગામના રહેવાસી એને શાકબકાલા નો વ્યવસાય કરતા પ્રવીણભાઈ પ્રભુભાઈ ધંધુકીયા જાતે કોળી ઉ.30 ને અજાણ્યા ટ્રક ચાલકે અઙફેટે લેતા ઘટના સ્થળે જ યુવાન નુ કરૂણ મોત નિપજ્યુ હતુ ઘટનાની જાણ થતા માળિયા ના પી.એસ.આઈ. એન.બી.ડાભી સહિતનો કાફલો ત્યાં દોડી ગયો હતો અને મૃતદેહ ને પી.એમ.અર્થે માળીયા હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો અને અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોધી અને તેને જડ્પવા ચક્રો ગતિમાન કર્યા છે

