માળિયાના અંજીયાસરમાં બે જૂથ વચ્ચે બઘડાટી, સામસામી ફરિયાદ




માળિયા (મી.) ના અંજીયાસર ગામના રહેવાસી શકીનાબેન મોવરે માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે રસ્તાના હલણ બાબતનું મનદુઃખ રાખીને ફતેમામદ, દાઉદ અબ્દુલ, બિનમામદ સુભાન, શોકત મોવર સાથે મળીને તેને લાકડીના ધોકા વડે માર મારીને ઈજાઓ પહોંચાડી છે જયારે સામાપક્ષે સુલેમાન મહમદ મિયાણાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે હનીફ અબ્દુલ મોવર, અનવર અબ્દુલ મોવર, અબ્દુલ મોવર, મુસ્તાક મોવર, અલી મોવર અને કરીમ મોવર એ તમામ શખ્શોએ સાથે મળીને તેને માર મારીને ઈજાઓ પહોંચાડી છે. માળિયા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

