માળિયા પાસે લૂંટારાઓ પદયાત્રી ને મારમારી લૂંટયો



બનાવની મળતી વિગત મુજબ જોડિયા તાલુકાના ભીમકટામાં રહેતા જયદીપસિંહ દીપસિંહ જાડેજા નવરાત્રી હોવાને લીધે માતાના મઢ ચાલીને જતા ત્યારે માળિયા નજીક હરિપર પાસેથી પસાર થતા હતા તયારે ગત રાત્રીના લગભગ 11 વાગે માળિયા માં જ રહેતા ફારૂક અને 3 અજાણ્યા માણસો કુલ ચાર શખ્સો એ જયદીપસિંહ ને મારમારી તેમની પાસે રહેલા રોકડા રૂપિયા, મોબાઈલ અને સોનાની વિટી સહીત 15 હજારથી વધુ ની લૂંટ ચલાવી નાસી ગયા હતા માળિયા પોલીસે ફરિયાદ નોંધી આરોપી ને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે