માળિયાની પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ આપઘાત કર્યો



માળીયાના રુલીયાવાંઢમાં રહેતા રૂકસાનાબેન હુસેનભાઈ મોવર (ઉ.૨૭) ગત રાત્રીના પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં જણાવ્યા મુજબ રૂકસાનાબેનના લગ્નને હજુ ૮ માસ જ થયા હતા.આ બનાવની નોંધ માળિયા પોલીસે કરી વધુ તપાસ હાથ ધરી છે.