ખેડૂતોને સજીવ ખેતી તરફ વાળવા આવકારદાયક પ્રયાસ

ખાખરેચી ગામના યુવાનો અને આનંદી સંસ્થા મોરબીના સંયુક્ત ઉપક્રમે સહભાગી બાહેંધરી વ્યવસ્થા યોજના અન્વયે સરકારમાં રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતો જેને સજીવ ખેતીની શરૂઆત કેવી રીતે કરવી અને જેને કરી હોય તેને ખેતીના વિકાસ માટે શું ધ્યાનમાં રાખવું તેનું પ્રેક્ટીકલ જ્ઞાન આપવા માટે ખાખરેચી ગામના ૨૨ યુવાન ખેડૂતોને કુકમાના પ્રવાસમાં લઇ જવામાં આવ્યા હતા. ખાખરેચી ગામના ૨૨ ખેડૂતોની કુકમા મુલાકાત બાદ ખેડૂતોને સજીવ ખેતી કરવાનો વિચાર પ્રસ્થાપિત કર્યો હતો જેમાં રાજુભાઈ બપોદરિયા નામના ખેડૂતે જીવામૃત દવા બનાવવાનો સંકલ્પ કર્યો હતો. ખાખરેચીના ખેડૂત રાજુભાઈએ સૌપ્રથમ દવા બનાવી પંચગવ્ય દવા બનાવવાની સામગ્રી લઇ આવ્યા હતા જે દવાનો છંટકાવ તેને ખેતરમાં વાવેલી મગફળીમાં કરીને ખેતરમાં ફૂગનો નાશ કર્યો હતો જેથી ટકાઉ છોડનો ઉછેર થયો. તેમજ દવાને પગલે મગફળીમાં કોઈ જીવાત નથી. આ દવા બનાવી છંટકાવ કરી તેનું પરિણામ પણ ગામના લોકોને બતાવ્યું હતું. જેને પરિણામે ગામના લોકો પણ ગૌમૂત્રનો ઉપયોગ કરતા થયા છે.

Comments
Loading...
WhatsApp chat