માળીયાના સુલતાનપુર ગામે પત્તા ટીચતા ૩ ઝડપાયા, ૫ નાસી છુટ્યા

માળીયાના સુલ્તાનપુર ગામમાં ચબુતરા પાસે જાહેરમાં જુગાર રમતાની બાતમીના આધારે માળિયા P.S.I. એન.બી.ડાભી સહિતના સ્ટાફે ત્યાં દરોડો પાડતા ત્રણ આરોપી દિનેશ શંભુ સીતાપરા,રતિલાલ મદનભાઈ ભાડજા,નારણભાઈ લાલજીભાઈ દસડીયાને રોકડ રકમ રૂપિયા ૩૫૫૦૦, ૨ મોટર સાઈકલ કિમત રૂપિયા ૩૦૦૦૦,મોબાઈલ કિમત રૂપિયા ૪૫૦૦ આમ મળીને કુલ મુદામાલ કિમત રૂપિયા ૭૦૦૦૦ સાથે ઝડપી પડ્યા છે. જયારે પાચ શખ્સો સુબાભાઈ મોરારજીભાઈ કોળી,ભરતભાઈ વિઠ્ઠલભાઈ કોળી,વાધજીભાઈ ગાંડુભાઈ કોળી,રમેશભાઈ નરસીભાઈ પટેલ, અને હરજીભાઈ પ્રભુભાઈ કોળી નાસી ગયા હતા જેને જડ્પવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે

Comments
Loading...
WhatsApp chat