જીનીંગ મિલમાં જુગાર રમતા નવ ઝડપાયા



માળિયા પંથકમાં આવેલા પીપળીયા ચાર રસ્તા નજીકની રાજ કોટન જીનીંગ મિલના ચોકીદાર મોતી સામત ભરવાડ તેના કબ્જાવાળી ઓરડીમાં બહારથી માણસો બોલાવીને જુગારધામ ચલાવતા હોવાની મળેલી બાતમીને આધારે આર આર સેલની ટીમે સ્થળ પર ત્રાટકીને જીનીંગ મિલના ચોકીદાર મોતી સામત ભરવાડ, યુનુસ કાસમ સુમરા, રણજીત મોહન પટેલ, સહદેવ મહાદેવ ખાંભલિયા, શિવા શામજી ખાંભલિયા, વલ્લભ છગન આદ્રોજા, હરેશ રાઘવજી શીણોજીયા, પ્રભુ મોહન બાવરવા અને નરેન્દ્ર કરશન ફૂલતરીયા એમ કુલ નવ જુગારીઓને ઝડપી લઈને તેની પાસે રહેલી રોકડ રકમ રૂપિયા ૪૩,૦૦૦, ૭ મોબાઈલ કીમત રૂપિયા ૫૫૦૦ અને ચાર મોટરસાયકલ કીમત રૂપિયા ૧,૨૦,૦૦૦ મળી કુલ ૧.૬૮,૫૦૦ નો મુદામાલ જપ્ત કરી માળિયા પોલીસને સોપવામાં આવ્યો છે.

