માળિયા : દારૂનું કટિંગ ચાલતું હતું અને પોલીસે દરોડો કરતા બુટલેગરોમાં નાસભાગ મચી…….

કન્ટેનર, ટ્રેક્ટર અને દારૂ મળીને ૧૬.૫૩ લાખનો મુદામાલ જપ્ત ત્રણ આરોપી દબોચી લેવાયા, ચાર નાસી છૂટ્યા

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ માળિયા પીએસઆઈ જે.ડી. ઝાલાની બાતમીને આધારે સર્કલ પોલીસ ઇન્સ્પેકટર આઈ.એમ. કોન્ધીયા સાથે રહીને માળિયા પોલીસ ટીમના ભરતભાઈ ઘેલાભાઈ, રમેશભાઈ રાઠોડ, મહિપતસિંહ સોલંકી, જયદેવસિંહ ઝાલા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય

દરમિયાન માળિયાના મોટા દહીંસરા ગામે દારૂ ભરેલું કન્ટેનર ઉતર્યું હોય અને દારૂનું કટિંગ ચાલતું હોય તેવી બાતમીને આધારે પોલીસે દરોડો કરતા બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી અને માળિયા પોલીસની ટીમે આરોપી સીધ્ધ્રમસિંહ હરીચેન્દ્રસિંહ ગોહિલ રહે. એન્જાર, ભવાન મુળજી ગોહિલ રહે. મેઘપર તા. ભચાઉ અને દિવ્યરાજસિંહ જયુભા જાડેજા રહે મોટા દહીંસરા વાળાને ઝડપી લીધા હતા

માળિયા પોલીસે કન્ટેનર, ટ્રેક્ટર સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો અને કુલ વિદેશી દારૂની ૨૦૭૨ બોટલ કિંત ૬,૭૮,૦૦૦ તેમજ કન્ટેનર, ટ્રેક્ટર અને બાઈક સહીત કુલ ૧૬,૫૩,૪૦૦ ની મત્તા કબજે લીધી છે તો રેડ દરમિયાન આરોપી અજયસિંહ ભાવુભા જાડેજા, હરદેવસિંહ ભાવુભા જાડેજા, જગતસિંહ જયુભા જાડેજા અને નિર્મળસિંહ મંગલસિંહ ઝાલા નાસી ગયા હતા જયારે દારૂનો જથ્થો મંગાવવામાં આરોપી સહદેવસિંહ રહે. મુન્દ્રા કચ્છ તેમજ પ્રદીપભાઈ ફડકે રહે ગોવા વાળાના નામ ખુલતા તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat