માળિયામાં જળ બંબાકાર સ્થિતિમાં મીઠા ઉદ્યોગને કરોડોનું નુકશાન

માળિયા પંથકમાં જળ બંબાકાર સ્થિતિને પગલે રેલ્વે ટ્રેક, હાઈવે ધોવાઈ ગયા હતા તો અનેક લોકોના મકાનને તેમજ મિલકતોને નુકશાન ઉપરાંત માળિયામાં આવેલા મીઠા ઉદ્યોગને વ્યાપક નુકશાની સહન કરવી પડી છે. મીઠાના નાના ૪૫૦ થી વધુ તેમજ મોટા ૮૫ એકમોમાં નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.

માળિયા પંથકમાં મીઠા ઉદ્યોગ મોટાપાયે વિકાસ પામ્યો છે. માળિયાના વવાણીયાથી લઈને હરીપર, કાજરડા,  સુધીના વિસ્તારમાં મીઠા ઉદ્યોગ વિકસ્યો છે. જેમાં ૧૦ એકરીયા ૪૫૦ થી વધુ એકમો અને મોટા ૮૫ યુનિટ કાર્યરત છે જે મીઠાનું ઉત્પાદન કરે છે. મચ્છુના વહેણ માળિયામાં તબાહી મચાવી હતી જેનાથી મીઠા ઉદ્યોગ પણ બચી શક્યો ના હતો. મચ્છુના ધસમસતા પ્રવાહે મીઠા ઉદ્યોગના તૈયાર માલને નુકશાની પહોંચાડી છે. આખરી ચરણમાં રહેલા ઉત્પાદનનો મોટો હિસ્સો પાણીના વહેણમાં તણાઈ ચુક્યો છે તો મીઠાના અગરમાં જે પાળી બનાવેલી હોય તેનું સતત પાણીથી ધોવાણ થયું છે. નાના અને મોટા મળીને ૫૦૦ થી વધુ એકમોને કરોડો રૂપિયાનું નુકશાન પહોંચ્યા હોવાનું મીઠા ઉદ્યોગ અગ્રણી દીલુભા જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું. મીઠા ઉદ્યોગને ઉત્પાદનના છેલ્લા તબક્કામાં નુકશાની થતા ચાલુ વર્ષે ઉત્પાદનમાં મોટો ફટકો સહન કરવો પડશે. મીઠાનું ઉત્પાદન પણ ચાલુ વર્ષે ઘટી જશે તેમ જણાવ્યું હતું. તેમજ માળિયામાં રેલ્વેને થયેલી નુકશાનીના સર્વે માટે જીએમ માળિયા આવ્યા હોય જેની સાથે દિલુભા જાડેજાએ મુલાકાત કરીને મામલતદાર ઓફીસ સહિતના વિસ્તારમાં જે પાણી ભરાયેલા રહે છે તેના યોગ્ય નિકાલ માટે બ્રીજની માંગ કરી હતી.

 

Comments
Loading...
WhatsApp chat