માળીયા બાયપાસ પાસે ડમ્પરની હડફેટે યુવાનનું મોત




રાજસ્થાનના જોધપુરમાં રહેતો ચંદ્રસિંહ સરદારસિંહ રાજપૂત (ઉ.૩૬) મિત્ર નાથુરામ માલી સાથે કંડલા ટ્રકમાં બેસીને ફરવા આવ્યો હતો. ગઇકાલે બંને કંડલાથી રાજસ્થાન જવા નીકળ્યા ત્યારે મોરબી નજીક માળીયા બાયપાસ પર ગાડીના કાગળનું કામ હોઇ નાથુરામ ટ્રક ઉભો રાખીને ગયો હતો. ત્યારે ચંદ્રસિંહ ટ્રકમાં જ બેઠો હતો. થોડીવાર બાદ તે રોડ ક્રોસ કરી કંઇક વસ્તુ લેવા જઇ રહ્યો હતો ત્યારે ડમ્પરે ઠોકરે લેતાં ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેનું મોત નિપજ્યું હતું.

