માળિયામાં અસરગ્રસ્તોને કેશડોલ્સ તાકીદે ચૂકવવા બ્રિજેશ મેરજાની માંગણી:

ખેડૂતોને જમીનના ધોવાણનું સર્વે કરવા ઉચ્ચકક્ષાએ રજૂઆત

મોરબી-માળીયા પંથકમાં થયેલ તારાજીનો કયાશ કાઢવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજા સતત બે દિવસથી તેમની ટીમ સાથે લોકોને ઉપયોગી થવા પ્રયાસો કરી રહ્યા છે. આજે તેમણે માળીયા તાલુકાના અસરગ્રસ્ત ગામો જેવા કે રાસંગપર,ધરમનગર,નવા ગામ,મેઘપર અને દેરાળા ગામોની મુલાકાત લઇ ખેડૂતોની જમીનમાં થયેલ નુકસાનની જાત માહિતી મેળવી હતી. તે જોતા સરકારશ્રી સમક્ષ તેમણે તાત્કાલિક જમીનમાં થયેલ નુક્શાનીનું સર્વેક્ષણ હાથ ધરવા માંગણી કરી છે. સાથોસાથ સ્થળાંતર પામેલા અસરગ્રસ્તો માટે કેશડોલ્સ ચૂકવવા જિલ્લા કલેક્ટરશ્રીને રજુઆત કરી છે. માળિયા પાસે નેશનલ હાઈ-વેનો એક તરફનો રસ્તો સંપૂણ તૂટી ગયો છે જેને લીધે ટ્રાફિક જામ થઇ જાય છે તે સ્થિતિ નિવારવા તાકીદે રસ્તા મરામતની કામગીરી હાથ ધરવા માંગણી કરી છે. તદઉપરાંત ખેડૂતો અને પશુપાલકોએ પોતાના જે ઢોર ગુમાવ્યા છે તેનું વળતર મળે તેમ કરવા તંત્રને તાકીદ કરેલ છે.

Comments
Loading...
WhatsApp chat