માળીયા: મોટી બજારમાં દેશી તમંચા સાથે શખ્સ ઝડપાયો



માળીયામાં એલ.સી.બી.પોલીસે મોટી બજાર પાસેથી એક શખ્સની દેશી તમંચા સાથે સાથે ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર એલ.સી.બી. પોલીસના જીજ્ઞાસાબેન કણસાગરા, શકિતસિંહ ઝાલા તથા સંજયભાઇ રાઠોડને ચોક્કસ બાતમી મળી હતી કે, માળીયા તળાવ નજીક મોટી બજારના જુના ઝાપા પાસેથી આરોપી સદામ અનવરભાઇ મુલ્લા મિંયાણા દેશી તમંચા તથા ૩ નંગ જીવતા કાર્ટીઝ સાથે વિહરી રહ્યો છે.
આ બાતમીને આધારે એલ.સી.બી. પોલીસે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપી સદામ રૂપિયા ૫,૦૦૦ની કિંમતના એક દેશી તમંચા અને રૂપિયા ૩૦૦ની કિંમતના ૩ નંગ જીવતા કાર્ટીઝ સહિત કુલ રૂપિયા ૫,૩૦૦ના મુદામાલ સાથે મળી આવ્યો હતો. જેથી પોલીસે આરોપી સદામ વિરૂધ્ધ માળીયા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરીમાં એલ.સી.બી. પોલીસના ડી.એમ.ઢોલ, કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબી સ્ટાફના માણસો જોડાયેલા હતા

