માળિયા કન્યા શાળા જેવી દુર્ઘટના રોકવા કલેકટરને આવેદન પાઠવ્યું  

 

માળિયાની કન્યા શાળામાં શુક્રવારે અન્ડર ગ્રાઉન્ડ ટાંકો બેસી જતા દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે આવા બનાવો ફરી ના બને તે માટે અગમચેતીના પગલા લેવા એબીવીપી દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું છે

 

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરી છે જેમાં કન્યા શાળામાં વર્ષો જુનો ભોય ટાંકાની છતનો ભાગ તૂટી પડતા વિદ્યાર્થીઓ ટાંકામાં પડી ગયા હતા જે બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી પરંતુ જર્જરિત ટાંકાના કારણે બનેલી ઘટના લાલબત્તી સમાન છે

 

ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ કરવામા આવી છે કે મોરબી જીલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં જોખમી છત કે પછી અકસ્માત સર્જી સકે તેવા જોખમકારક બાંધકામ હોય તે તાત્કાલિક દુર કરવામાં આવે અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ના સર્જાય તે માટે તાત્કાલિક પગલા લેવા માંગ કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat