માળિયા : અણીયારી ટોલનાકા નજીકથી ૨૪.૭૯ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

વિદેશી દારૂ-બીયરનો જથ્થો, ટ્રક સહીત ૩૪.૮૧ લાખનો મુદામાલ કરાયો જપ્ત

મોરબી જીલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂની હેરાફેરી મોટાપાયે કરવામાં આવતી હોય જેમાં હળવદ પોલીસે દારૂ ભરેલું આખું ટેન્કર ઝડપી લીધા બાદ હવે આર આર સેલની ટીમે અણીયારી ટોલનાકા નજીકથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી લીધો છે

આર આર સેલની ટીમને માળિયા અમદાવાદ હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલું ટ્રક પસાર થવાની હોય જે માહિતીને પગલે વોચ ગોઠવી હતી જેમાં અણીયારી ટોલનાકા નજીકથી પસાર થતી ટ્રક નં જીજે ૨૦ ટી ૪૯૪૪ ને આંતરી લઈને ટ્રકની તલાશી લેતા ટ્રકમાંથી વિવિધ બ્રાંડની ૪૬૪૪ કીમત રૂ ૧૭,૧૫,૩૦૦ તેમજ નાની બોટલ ચપલા નંગ ૫૨૩૦ કીમત ૫,૨૩,૦૦૦ અને બીયર નંગ ૨૪૧૨ કીમત ૨,૪૧,૨૦૦ મળીને કુલ ૨૪,૭૯,૫૦૦ ની કિમતનો દારૂનો જથ્થો મળી આવતા દારૂ બીયરનો જથ્થો તેમજ ટ્રક કીમત ૧૦ લાખ, બે મોબાઈલ કીમત ૧૦૦૦ મળીને કુલ ૩૪,૮૧,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

ટ્રકમાં સવાર મલકિતસિંઘ ગુરજરસિંઘ મ્જ્બી રહે ભટીંડા વાળાને ઝડપી લીધોં છે જ્યારે ભાગવાનો પ્રયાસ કરતા જસકરણસિંગ ગોરાસિંગ રહે ભટીંડા વાળો ભાગવા જતા તેને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો છે તે ઉપરાંત ગોપાલ વાણીયા રહે રાજસ્થાન અને ઠાકુર એ બે શખ્શોને નામ અને મોબાઈલ નંબર ખુલ્યા છે જેની સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો આરોપીઓ પાવડરની ગુણીઓ નીચે વિદેશી દારૂનો જંગી જથ્થો સંતાડી હેરાફેરી કરતા હતા જોકે આર આર સેલની ટીમે લાખોનો દારૂ ઝડપી લીધો છે તો દારૂ મંગાવનાર અને સપ્લાયર કોણ છે તેની તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat