



વાંકાનેર તાલુકાના મેસરિયા ગામ અને રંગપર ગામના માલધારી સમાજના આગેવાનો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે
વિધાનસભા ચુંટણી પૂર્વે દરેક રાજકીય પક્ષો પોતાના સંગઠનને મજબુત બનાવવા કાર્યરત છે અને સ્થાનિક નેતાઓ અને આગેવાનોને પક્ષમાં જોડવા કવાયત ચાલી રહી છે જેમાં મેસરિયા અને રંગપર ગામના માલધારી સમાજના આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે અને વિધાનસભા ચુંટણીમાં ખભે ખભો મિલાવી કોંગ્રેસ પક્ષના ઉમેદવારને વિજયી બનાવવા સંકલ્પ કરાયો હતો જે પ્રસંગે યુથ કોંગ્રેસના અધ્યક્ષ આબિદ ગઢવારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને માલધારી આગેવાનોને પક્ષમાં આવકારવામાં આવ્યા હતા

