રંગોળી બનાવી ખેડૂતોની દયનીય સ્થિતિ વર્ણવી, નવતર પ્રયોગ દ્વારા વિરોધ
માળિયાના ખેડૂતો સિંચાઈના પાણી અને પાક્વીમાંથી વંચિત




માળિયા તાલુકાના છેવાડાના ગામોને કેનાલની સુવિધા હોવા છતાં સિંચાઈ માટે પાણી મળતું નથી અને હાલ દીપાવલીનું પર્વ ચાલી રહ્યું હોય જેથી રંગોળી દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં રંગોળીના માધ્યમથી ખેડૂતોની દયનીય સ્થિતિનો ચિતાર રજુ કરવામાં આવ્યો છે
માળિયાના ખેડૂતોએ ધ્રાંગધ્રા ભરતનગર બ્રાંચ કેનાલ માટે પોતાની જમીનો આપી દીધી હોવા છતાં છેલ્લા આઠ વર્ષથી આ ગામોને પાણી મળ્યું નથી અને ગત વર્ષે અતિવૃષ્ટિમાં પાક નિષ્ફળ ગયા છતાં પાકવીમો મળ્યો નથી જેથી ખેડૂતોમાં નારાજગી અને રોષ વ્યાપી ગયો છે વિરવદરકા ગામના ખેડૂતો ગંભીરદાન ગઢવી અને દીપકદાન ગઢવી સહિતના ખેડૂતોએ તેનું ગામ કેનાલના છેવાડે આવેલું હોય જેથી કેનાલનું પાણીનું ટીપું પણ આવ્યું નથી અને કેનાલ તૂટેલી હોય જેનું રીપેરીંગ પણ થયું નથી
જે અંગે નર્મદા નિગમને લેખિત રજુઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તો ખેડૂતોને બે વર્ષથી દુષ્કાળને પગલે પ્રીમીયમ ભરવા છતાં પણ પાકવીમો મળ્યો નથી જેથી ખેડૂત કંગાળ અને લાચાર બન્યો છે ત્યારે દીપાવલી પર્વમાં સૌ કોઈ રંગોળી કરતુ હોય છે જેથી આ ખેડૂતોએ રંગોળી કરીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો જેમાં પોતાના ગામનું નામ લખીને મર ગયા કિશાન, મેરા ભારત મહાન તેવા સુત્રો ટાંક્યા હતા અને નવતર પ્રયોગ થકી સરકાર સામે આક્રોશ ઠાલવ્યો છે



