Billboard ad 1150*250 Billboard ad 1150*250

ભારતીય સંસ્કૃતિની જાળવણી : મોરબીમાં ક્લાસિકલ નૃત્યની જમાવટ , VIDEO

અમેરિકાન નાગરિક ભારતીય ડાંસ નિહાળવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા

તાંડવ નૃત્ય ઇન્સ્ટીટ્યુટ ઓક ક્લાસિકલ ડાન્સ દ્વારા આજે મોરબીના ટાઉનહોલ ખાતે નૃત્યાંજલિ કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં પાશ્ચાત્ય નૃત્યના યુગમાં ભારતીય નૃત્ય સંસ્કૃતિને જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગોંડલ, જુનાગઢ અને પોરબંદર સહિતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારતીય સંસ્કૃતિના જતન માટે કાર્યરત આ સંસ્થા દ્વારા આજે મોરબીમાં ક્લાસિકલ ડાંસ રજુ કરવામાં આવ્યો હતો

જેમાં સંસ્થા સાથે જોડાયેલા કલાકારોએ ભારતીય ક્લાસિકલ ડાન્સ રજુ કરી મોરબીવાસીઓના મન મોહી લીધા હતા. આ સમારોહને માણવા માટે ઓમ શાંતિ સ્કૂલના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર લાલજીભાઈ મહેતા, યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી, માત્રુવંદના ટ્રસ્ટના મહેશભાઈ ભોરણીયા, કાઉન્સિલર જયરાજસિંહ જાડેજા અને શૈલેશ રાવલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

 

જુઓ ક્લાસિકલ ડાન્સનો વિડીયો…..

 

 

 

 

 

 

 

 

 

Comments
Loading...
WhatsApp chat