Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં ૧૯ લાખની છેતરપીંડી કરનાર મુખ્ય સુત્રધારની ધરપકડ, એક ફરાર

અન્ય એક આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન

મોરબીના ટ્રેડીંગના વ્યવસાય સાથે જોડાયેલા યુવાન પાસેથી ઈન્ડોનેશીયન કોલ મંગાવી ૪ લાખ અને બે સિરામિક યુનિટ સાથે ૧૫ લાખની છેતરપીંડી મળીને કુલ ૧૯ લાખથી વધુની છેતરપીંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ બાદ પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે

મોરબીના સામાકાંઠા વિસ્તારના રહેવાસી જગદીશભાઈ વામજા નામના યુવાને બી ડીવીઝન મથકમાં ફરિયાદ નોંધાવી છે કે જીતેન્દ્ર મનસુખ જાકાસણીયા રહે. જેતપર તા. મોરબી અને સુરતમાં જૈન શો રૂમ ધરાવતા કરણ ભુપેન્દ્રગીરી ગોસ્વામી એ બંનેએ તેની સાથે છેતરપીંડી આચરી છે જેમાં સર્કીટ હાઉસ નજીક આવેલી ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ નામની ઓફિસે જગદીશ વામજાને આરોપી જીતેન્દ્ર જાકાસણીયાએ વિશ્વાસ કેળવીને આરોપી કરણ ગોસ્વામીના નામે અંદાજે ૪૫ ટન ઇન્ડોનેશિયન કોલ કીમત ૪,૧૦,૫૧૦ મંગાવી તેનું સીટી વર્લ્ડ સિરામિકના નામે બીલ બનાવડાવી રાજકોટ એસબીઆઈના નામનો ચેક આપી વિશ્વાસઘાત કરેલ છે

તેમજ ફરીયાદીના જણાવ્યા પ્રમાણે મોરબીની બે ફેક્ટરી સાથે આરોપી જીતેન્દ્ર જાકાસણીયા અને કરણ ગોસ્વામીએ ૧૫ લાખની ટાઈલ્સ મંગાવી તેણે પેમેન્ટ ના ચૂકવી ધુંબો મારી દીધો છે આમ ત્રણેય બનાવમાં મળીને કુલ ૧૯,૧૦,૧૫૧ રૂ ની છેતરપીંડી આરોપીઓ દ્વારા આચરવામાં આવી છે બી ડીવીઝન પોલીસે છેતરપીંડી અંગે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી હતી જેમાં છેતરપીંડીનો આરોપી જીતેન્દ્ર જાકાસણીયાને પોલીસે દબોચી લીધો છે જયારે અન્ય એક આરોપીની શોધખોળ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat