પાણી પ્રશ્ને મહિલાઓ રણચંડી બની

૨ દિવસમાં નિરાકણ નહી આવે તો રસ્તા રોકો આંદોલનની ચીમકી

મોરબીમાં નવલખી રોડ પર આવેલ અમૃત પાર્ક,જલારામ સોસાયટી,લાયન્સનગર અને સર્વોદય સોસાયટી માં છેલ્લા ૪-૫ મહિનાથી પાણી આવતું ન હોવાથી તંત્રને વારંવાર રજૂઆત કરવમાં આવી છતાં તંત્ર દ્વારા પાણીની સમસ્યા નિવારવા માટે કોઈ પગલા લેવામાં આવ્યા છે અને લોકોને ખોટા આશ્વાસન આપવામાં આવ્યા હતા. તેથી રણચંડી બનેલી આ ચાર વિસ્તારની મહિલાઓ આજ રોજ કલેકટર કચેરીએ દોડી ગઈ હતી અને કલેકટરને રજૂઆત કરી હતી.કલેકટરે રજૂઆત સંભાળીને તાત્કાલિક ચીફ ઓફિસરને કલેકટર કચેરીએ બોલાવામાં આવ્યા હતા તેમજ અમૃત પાર્ક,જલારામ સોસાયટી,લાયન્સનગર તથા સર્વોદય સોસાયટીના પાણી અંગેના પ્રશ્નને વહેલી તકે નિકાલ કરવા સુચન કર્યું હતું.તેમજ કલેકટર દ્વારા બે દિવસ સ્થાનિકોને ધીરજ રાખવા કહ્યું હતું.આ ચાર વિસ્તારની મહિલાઓ દ્વારા ચીમકી આપવમાં આવી છે કે બે દિવસમાં પાણીનો પ્રશ્ન હલ નહિ થાય તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.

 

 

 

 

Comments
Loading...
WhatsApp chat