મહાવીર જયંતિ નિમિતે જૈન સમાજ દ્વારા શોભાયાત્રા યોજાઈ

ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ નિમિતે મોરબી જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા જતા અને બાદમાં ધર્મ સભા યોજાઈ હતી.

મોરબીમાં મહાવીર જયંતિ નિમિતે ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ નિમિતે શીભાયાત્રાનું યોજાઈ હતી.તે દરબાર ગઢથી શરુ થઈને શહેરના મુખ્યમાર્ગો પર ફરી હતી અને બોયઝ હાઈસ્કુલએ પૂર્ણ થઈને ત્યાં ધર્મસભા યોજાઈ હતી.તેમજ રાત્રીના દરબાર ગઢ નજીક આવેલ જૈન દેરાસરમાં બાળકો દ્વારા ભક્તિસભર કાર્યક્રમ રજુ કરવામાં આવશે.તો સામાકાંઠે આવેલ રીલીફ નગરમાં રાત્રે 12 કલાકે મહાવીર સ્વામીના જન્મોત્સવના વધામણા થશે.

શોભાયાત્રામાં પ્રમુખ નવીનભાઈ એલ. મહેતા.ટ્રસ્ટી એન.એસ.ગાંધી,સ્થાનકવાસી જૈન સંધના પ્રમુખો અને ભાવેશભાઈ દોશી સહિતનાઆગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

Comments
Loading...
WhatsApp chat