મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીનની ઉજવણી

 

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે  મોરબીના કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગીયાએ  તેમના ૨૯ મા જન્મદીનની ઉજવણી  સદાવ્રતમા મહાપ્રસાદ યોજી  કરી હતી.

લોકો પોતાના જન્મદીન ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના કૃષિતભાઈ સુવાગીયા એ સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના નિર્મિત કક્કડ સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદીનની શુભકામના પાઠવી હતી.

 

Comments
Loading...
WhatsApp chat