Billboard ad 1150*250 Billboard ad 1150*250

બગથળા શિવ મહાપુરાણ મહોત્સવની માહિતી આપતા મહંત દામજી ભગત, જુઓ વિડીયો

નકલંક જગ્યાની સ્થાપનાના ૨૦૦ વર્ષ પૂર્ણ થતા દ્વિ શતાબ્દી મહોત્સવ

મોરબી નજીક આવેલા બગથળા ગામની નકલંક જગ્યાની સ્થાપના ૨૦૦ વર્ષ પૂર્વે થઇ હોય જે ૨૦૦ વર્ષ પૂર્ણ થતા દ્વિ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ સાથે ધાર્મિક મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.

બગથળા ગામે આવેલ નકલંક જગ્યાની સ્થાપના સ્વ. મહંત મીઠાભગત દ્વારા કરવામાં આવી હતી અને વિક્રમ સવંત ૧૮૭૫ માં સ્થાપનાના ૨૦૦ વર્ષ પૂર્ણ થતા મહંત દામજી ભગત અને ગ્રામજનોના સહયોગથી સંવત ૨૦૭૪ ના ચૈત્ર સુદ બીજને સોમવારે તા. ૧૯-૦૩ થી શિવમહાપુરાણનો પ્રારંભ થશે જે તા. ૨૭ સુધી ચાલશે. કથાનો સમય દરરોજ સવારે ૯ થી બપોરે ૧૨ : ૩૦ સુધી વક્તા ગીરીબાપુ કથાનું રસપાન કરાવશે. ધાર્મિક મહોત્સવનું દીપ પ્રાગટ્ય તા. ૧૯ ના રોજ મહંત મુકેશ ભગત ગુરુ ભવાન ભગતના હસ્તે કરવામાં આવશે તે ઉપરાંત રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન, મહંત કનકેશ્વરી દેવી, ઉપસ્થિત રહેશે.

શિવ મહાપુરાણ મહાયજ્ઞ દરમિયાન વિવિધ ધાર્મિક મહોત્સવ ઉજવાશે જેમાં તા. ૧૯ ના રોજ ધૂન મંડળ અને સંતવાણી, તા. ૨૦ ના રોજ હાસ્ય ઉસ્તાદ વિજય ગઢવી અને જયશ્રીબેન પંડ્યા અને બેન્જો મુસ્તાક સહિતના કલાકારોનો કાર્યક્રમ, અને તા. ૨૨ ના રજ સરપદડ સીતારામ ધૂન મંડળ તેમજ ૨૪ ના રોજ બજરંગધૂન મંડળ મોરબીના કાર્યક્રમો યોજાશે તેમજ તા. ૨૫ ના રોજ કાન ગોપી મંડળ અને તા. ૨૬ ના રોજ બાપા સીતારામ ધૂન મંડળના કાર્યક્રમો યોજાશે. શિવ મહાપુરાણ દરમિયાન વ્યવસ્થા સંભાળવા માટે ૧૫૦ ગામના સેવકો પધારશે તે ઉપરાંત નિયમિત કથા શ્રવણ માટે ૧૫૦૦૦ હરિભક્તો કથાનું રસપાન કરી સકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને ૮ થી ૧૦ હજાર ભક્તો મહાપ્રસાદનો લાભ લઇ સકે તેવું આયોજન કરવામાં આવ્યું છે ધાર્મિક મહોત્સવમાં ધર્મપ્રેમી જનતાએ પધારવા માટે બગથળા નકલંક ધામના મહંત દામજી ભગતે નિમંત્રણ પાઠવ્યું છે.

 

Comments
Loading...
WhatsApp chat