યુટ્યુબમાં ધૂમ મચાવનાર અમીષા રાચ્છનો કલા મહાકુંભમાં ક્લાસિકલ ડાન્સનો video

સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે તાલુકા કક્ષાના કલા મહાકુંભ ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભરત નાટ્યમમા પ્રથમ ક્રમે અમીષા રાચ્છ રહ્યા હતા.અમિષા રાચ્છ હવે જીલ્લા કક્ષાના કલા મહાકુંભમાં પોતાની પ્રતિભા રજુ કરશે.

અમીષા ભરતભાઈ રાચ્છ એ વિશારદ માં ભારતનાટ્ય ની તાલીમ મેળવી છે અને ગયા વર્ષે યોજાયેલ કલા મહાકુંભ જીલ્લા સ્તરે સિલેક્ટ થયા હતા અને બરોડા ઝોન સુધી પહોંચ્યા હતા. અમીષા રાચ્છે આ વર્ષે યોજાનારા કલા મહાકુંભ ૨૦૧૮માં પોતાની કલા થકી વધુ આગળ જઈને મોરબી અને પરિવારનું નામ રોશન કરવામાં માટે ખુબ જ મહેનત કરી છે.

અમીષા હાલમાં તેઓ રાજકોટમાં ફિઝીયોથેરાપીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે અને બોક્વા ઇન્સટ્રકટર માંથી ઇન્ટરનેશનલ લેવલનું સર્ટિફિકેટ મેળવેલ છે તેઓ બોલીવુડ, બેલી ડાન્સ, ભાંગડા, સેમી કલાસિકલ તેમજ ગરબામાં આગવી આવડત ધરાવે છે

Comments
Loading...
WhatsApp chat