


ગુજરાત રાજ્ય પેન્શનર મંડળ સમિતિના આદેશ અનુસાર પેન્શનરોના પડતર પ્રશ્નોની રજૂઆત માટે અમદાવાદ મુકામે તા. ૦૩-૧૦-૧૭ ના રોજ મહારેલીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં મોરબી જીલ્લા પેન્શનર સમાજના પેન્શનરોએ સામેલ થવાનું હોય જેઓ અમદાવાદ ખાતેની મહારેલીમાં જોડાવવા ઈચ્છતા હોય તે સભ્યોએ પેન્શનર મંડળના કાર્યાલયનો સંપર્ક કરવા મોરબી જીલ્લા પેન્શનર સમાજની યાદીમાં જણાવ્યું છે.