રાજકોટ જીલ્લા બેંકના વાઈસ ચેરમેન તરીકે મગન વડાવીયાની વરણી


રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી.માં બીજી ટર્મના ચેરમેન પદે વિઠલભાઇ રાદડિયાની તથા વાઇસ ચેરમેન પદે મગનભાઇ વડાવીયાની સર્વાનુમતે વરણી થયેલ હતી.
વિઠલભાઇ રાદડીયા સાંસદ જે પોરબંદર મત વિસ્તાર, ઇફકોના વાઇસ ચેરમેન પદે તથા ગુજકોમાસોલના ડીરેકટર પદે પણ હાલ સેવા આપી રહ્યા છે તથા મગનભાઇ વડાવીયા કે જેઓ એ. પી. એમ. સી. મોરબીના ચેરમેન પદે તથા ગુજકોમાસોલના ડીરેકટર પદે પણ હાલ સેવાઓ આપી રહેલ છે. બન્ને બેંકના વાઇસ ચેરમેન પદે તથા મેનેજીંગ ડીરેકટર પદે વર્ષો સુધી સેવાઓ આપી રાજકોટ તથા મોરબી જીલ્લાના સહકારી પરીવારને મોટુ યોગદાન આપ્યું છે તેઓએ વાઇસ ચેરમેન પદની જવાબદારી મગનભાઇ વડાવીયાને સોપી હતી.આ તકે મોરબી જીલ્લાના સહકારી પરિવાર તથા સ્નેહીજનો તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.