માળીયામિંયાણાના ખાખરેચી પાસે ટ્રેન હડફેટે બી.એસ.એફના જવાન નું મોત



માળિયા (મી.) તાલુકાના ખાખરેચી ફાટક નજીક કોઈ અજાણ્યા યુવાનનું ટ્રેનની ઠોકરે ચડી જતા તેનું મોત થયું હતું જે ઘટનાને પગલે નજીકના ગામના લોકો સ્થળ પર દોડી ગયા હતા અને બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરવામાં આવી હતી. માળિયા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરતા જેમાં પ્રાથમિક તપાસમાં ટ્રેનની ઠોકરે મરણ જનાર યુવાન જેતપર નજીકના શાપર ગામનો હિતેશ રતિલાલ હમીરપરા હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ યુવાન કાશ્મીર ખાતે બોર્ડર સિક્યુરીટી ફોર્સમાં ફરજ બજાવતો આર્મીનો જવાન હોવાનું જાણવા મળ્યું હતું જેના લગ્ન માત્ર ૨૦ દિવસ પૂર્વે જ થયા હતા. બીએસએફના જવાનના મોતને પગલે તેના પરિવાર અને આખા ગામમાં શોક છવાયો છે. માળિયા પોલીસે યુવાનના મૃતદેહને પી.એમ. માટે હોસ્પીટલે ખસેડીને વધુ તપાસ ચલાવી છે.

