Billboard ad 1150*250 Billboard ad 1150*250

માળીયા તાલુકામાં તાજેતરની અતિવૃષ્ટિને લઇને સરકાર તરફથી પશુપાલકોને વિના મૂલ્યે ઘાસચારો પૂરો પાડવામાં આવશે.

ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની  રજુઆત પશુપાલકોને સરકાર તરફથી તાજેતરની અતિવૃષ્ટિને લઇને માળીયા તાલુકામાં અલબત્ત કોઈ જાનહાની નથી થઈ પરંતુ પશુઓને ઘાસચારો મળવો મુશ્કેલ બની ગયો હતો એવે સમયે ધારાસભ્ય કાંતિભાઈએ મોરબી પાંજરાપોળમાંથી ઘાસચારાની વ્યવસ્થા કરી અબોલ જીવો માટે આયોજન કરેલ છે . પાંજરાપોળની ટીમ દ્વારા ૬૦૦૦થી વધુ ગાય, ગૌવંશ અને પશુઓનો નિભાવ પ્રશંસનીય રીતે થઈ રહ્યો છે .માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને કરેલ રજુઆત અનુસાર પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં અબોલ જીવોની સ્થિતિનો ચિંતા રજુ કરી હતી. માળીયા તાલુકાના અસરગ્રસ્ત ગામોના પશુધન માટે આગામી૧૦ દિવસ માટે વિના મૂલ્યે ઘાસચારો પૂરો પાડવામાં આવશે અતિવૃષ્ટિ બાદ અસરગ્રસ્ત નાગરિકો માટે સહાય ઉપલબ્ધ થયેલ છે .પરંતુ પશુધન માટે ધારાસભ્ય ની રજુઆત બાદ લેવાયેલા આ નિર્ણયથી પશુપાલકોને રાહત મળશે.

 

 

Comments
Loading...
WhatsApp chat