Billboard ad 1150*250 Billboard ad 1150*250

માળિયાના જુદા જુદા વિસ્તારમાં નુકસાન થયેલ વિડીયો જુઓ ..

માળિયા કચ્છ્ હાઈવે પર પહોંચી જતા હાઈવે પર શનિવારથી વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો તો ધસમસતા પાણીના પ્રવાહે હાઈવેને પણ ડેમેજ કર્યો હતો. અનેક ઠેકાણે હાઈવેમાં મસમોટા ગાબડા જોવા મળી રહ્યા છે. શનિવારે મચ્છુના વહેણ માળિયામાં ઘુસી જતા માળિયામાં સર્વત્ર પાણી પાણી જોવા મળતું હતું. અને શનિવારનો આખો દિવસ માળીયાના લોકોએ પાણી વચ્ચે વિતાવ્યા હતું.. માળિયાની બજારમાં આજે પણ પાણીના તલાવડા ભરેલા જોવા મળ્યા હતા. . માળિયાની મામલતદાર કચેરીમાં પણ મચ્છુના વહેંણ ઘુસી ગયા હતા જેને પગલે કચેરીની અંદરનો માલ સામાન ખેદાન મેદાન થયેલો જોવા મળ્યો હતો તો કચેરીની બહાર પણ કીચડ જામતા હાલ પુરતી કચેરીને તાલુકા શાળામાં કાર્યરત કરવામાં આવી છે. મોરબી માળિયા વચ્ચે આવેલા રેલ્વે ટ્રેકના પણ ભારે પાણીના પ્રવાહથી ધોવાણ થયેલું જોવા મળી રહ્યું છે. માળિયાના નવલખી બંદરથી ગૂડ ટ્રેન આખો દિવસ દોડતી રહે છે. કોલસા સહિતના ગૂડ્સની ટ્રેન નવલખી બંદરેથી દેશના વિવિધ રાજ્યોમાં માલ પહોંચાડે છે જોકે રેલ્વે ટ્રેક ધોવાઈ જતા ટ્રેન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે જે પુનઃ શરુ કરવા રેલ્વે તંત્ર દોડધામ કરી રહ્યું છે.

Comments
Loading...
WhatsApp chat