Billboard ad 1150*250

મધ્યપ્રદેશમાં હત્યાના ગુન્હામાં પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી ઝડપાયો

0 130
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

અપહરણના આરોપીને પણ દબોચી લેવામાં સફળતા મળી

Post ad 2

        મધ્યપ્રદેશમાં હત્યાના ગુન્હાનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર હોય જે આરોપીને મોરબી એલસીબી ટીમે હળવદ નજીકથી ઝડપી લેવામાં સફળતા મળી છે

        મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના આઝાદનગર પોલીસ મથકમાં હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા પામેલ આરોપી રામચંદ્ર રત્નાભાઈ ભીલ રહે આઝાદનગર એમપી વાળો કોર્ટમાંથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હોય જેને શોધવા માટે આઝાદનગર પોલીસ સ્ટેશન ટીમ મોરબી તપાસમાં આવતા એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના દિલીપભાઈ ચૌધરી, સંજયભાઈ પટેલ, રજનીકાંતભાઈ કૈલા સહિતની ટીમેં આરોપીને હળવદ તાલુકાના નવા ઘાંટીલા સીમમાંથી શોધી કાઢી મધ્યપ્રદેશ પોલીસને આગળની કાર્યવાહી માટે સોપેલ છે

        તે ઉપરાંત અલીરાજપુર જીલ્લાના આઝાદનગર પોલીસ મથકમાં સગીરા અપહરણ અને પોક્સો ના ગુન્હામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપી મહેશ છગન ભીલાલા રહે જાંબુઆ મધ્યપ્રદેશ વાળાને શોધવા માટે ટીમ મોરબી આવી હોય અને એલસીબી ટીમના આશીફ્ભાઈ ચાણકયા, યોગેશદાન ગઢવી સહિતની ટીમે આરોપીને વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાંથી શોધી કાઢી એમપી પોલીસને કાર્યવાહી માટે સોપેલ છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat