Billboard ad 1150*250

મચ્છુ-૨ ડેમને આજથી બે દિવસ માટે રોશનીથી શણગારાયો

મોટી સંખ્યામાં મોરબીવાસીઓ લેઝર શો જોવા ઉમટી પડ્યા

0 493

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંપન્ન થયેલ નર્મદા ડેમ રાષ્ટ્રને અર્પણ કરવાના છે જે સંદર્ભે રાજ્યભરની સાથે મોરબી જીલ્લામાં પણ નર્મદા રથ મહોત્સવ યાત્રા યોજાઈ હતી જેની પુર્ણાહુતી બાદ આજથી બે દિવસ લેસર શોનું આયોજન મોરબીના મચ્છુ ૨ ડેમ ખાતે કરવામાં આવ્યું હતું. મચ્છુ ૨ ડેમ ખાતે આજથી શરુ થયેલ બે દિવસીય મહોત્સવમાં પ્રથમ દિવસે જ લાઈટીંગ, ડેકોરેશન અને લેસર શો નિહાળવા માટે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા. મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમમાં રોશનીના જગમગાટ અને લેસર શો થી આહ્લાદક દ્રશ્ય સર્જાયું હતું જેને નગરજનોએ મન મુકીને માણ્યું હતું,મોરબીવાસીઓ મચ્છુ ૨ ડેમ પરનો અદભુત નજરો નિહાળીને અભીભૂત થયા હતા

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat