માળીયા પોલીસે દેશી બનાવટના તમંચા સાથે એકને ઝડપ્યો

માળીયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આજે એક શખ્શને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી લઈને મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સૂચનાથી માળીયા પીએસઆઈ જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળની માળીયા પોલીસની ટીમ આજે માળીયા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન ડાયમંડ હોટલ બાજુમાં કાજરડા જવાના રસ્તેથી આરોપી સલીમ સુભાન કટિયા રહે. માળીયા વાળને ઝડપી લઈને દેશી બનાવટનો તમંચો કિંમત રૂ. 5000 જપ્ત કરી આર્મ્સ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat