પ્રેમ સંબધ મામલે પ્રેમીએ યુવતીના પિતાને માર માર્યો

                                                                                                         મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં પુત્રી સાથેના અનૈતિક સંબધનો ખાર રાખી ત્રણ શખ્શોએ આધેડને માર માર્યો હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

                                                                                                              મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા હસમુખભાઈ દીપકભાઈ ચોવસિયા (ઉ.41) ની દીકરી સાથે સોયાબ ઉર્ફે સોયલો ને અનૈતિક સંબધ હોય જે બાબતે આશરે પાંચેક માસ આગાઉ હસમુખભાઈએ સોયાબને છરી મારેલ જે મનદુઃખના કારણે આરોપી સોયબ ઉર્ફે સોયલાએ હસમુખભાઈને પાઈપ વતી ડાબા પગના નળામાં એક ઘા મારી ફેકચર જેવી ઈજા કરી આરોપી રહેમાન ડી.જે. વાળાએ હસમુખભાઈને બેઝબોલના ધોકાવતી  વાસામાં મારમારી આરોપી રહેમાનનાભાઈએ કમરમાં બંધાવાના પટ્ટા વડે આડેધડ મારમારી ઈજા કરી હોવાની ફરિયાદ હસમુખભાઈએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat