Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના કોમ્પ્લેક્ષમાં અનધિકૃત મોબાઈલ ટાવરથી અનેક દુકાનોમાં નુકશાન

વેપારીઓએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવી વળતરની માંગ કરી

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલ શોપિંગ સેન્ટરમાં નિયમ વિરુદ્ધ મોબાઈલ ટાવર ઉભો કરવામાં આવ્યો હોય જેથી કોમ્પ્લેક્ષમાં વરસાદી પાણીનો નિકાલ અટકી જતા પાણી દુકાનોમાં ફરી વળતા નુકશાની થવા પામી છે જે મામલે આવેદન પાઠવીને વળતર માટેની માંગ કરવામાં આવી છે.

મોરબી નજીક હાઈવે પરના સિરામિક પ્લાઝા ૧ ના વેપારીઓ વતી એડવોકેટ હીરાભાઈ કુંભારવાડિયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે સિરામિક પ્લાઝા ૧ માં ટાવરની જગ્યાના માલિક અને મોબાઈલ કંપની દ્વારા અનધિકૃત રીતે મોબાઈલ ટાવર ઉભો કરવામાં આવ્યો છે અને ત્રણ માસ પહેલા શોપિંગના પાણીનો નિકાલ હતો તે બંધ કરાયો છે જેથી ગત સોમવારે પડેલા વરસાદને લીધે ૨૫ દુકાનોમાં અંદાજીત અડધા ફૂટ જેટલા પાણી ભરાયા હતા અને દુકાનો અને ઓફિસમાં દસ્તાવેજો, કમ્પ્યુટર, લાઈટ અને ફર્નીચરને નુકશાન પહોંચ્યું છે આ બાબતે જગ્યાના માલિક અને ટાવરના અધિકૃત અધિકારીઓ સાથે ચર્ચા કરી પરંતુ ખોટા આશ્વાસનો આપ્યા હતા તેમજ કાયદેસર કાર્યવાહી કરવા જતા જગ્યા માલિક તથા ટાવર અધિકારીએ કાર્યવાહી કરતા અટકાવ્યા હતા

ટાવરની ખુલ્લી જગ્યામાં ટાવરના ખુલ્લા વાયરો જેમ તેમ પડેલ હોય અવારનવાર આગ લાગવા જેવી ગંભીર ઘટના બનતી રહે છે જેના લીધે ટાવરની જગ્યાની નીચે આવેલ દુકાનોમાં છત તૂટવાથી તથા તિરાડો પડવાના લીધે દર વર્ષે વરસાદી પાણી પડે છે અને વેપારીઓને નુકશાની સહન કરવી પડે છે તે ઉપરાંત ગંભીર આગજની અને જાનમાલના નુકશાનીનો ભય સતાવે છે જેથી મોબાઈલ ટાવર કંપની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરી થયેલ નુકશાનીનું વાલ્તાર આપવા અને ભવિષ્યમાં ફરી આવું નુકશાન ના તેણે ધ્યાને લઈને ટાવર અન્યત્ર ખસેડવાની માંગ કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat