મોરબીમાં શિવસેના દ્વારા આવતીકાલે ભગવાન શ્રી રામની મહાઆરતી યોજાશે

શિવ સેના દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીની મહા આરતીનું આયોજન તા. ૨૪ ને શનિવારના રોજ સાંજે ૦૬ : ૩૦ કલાકે ધક્કાવલી મેલડી મંદિર, રેલ્વે સ્ટેશન પાસે મોરબી ખાતે કરવામાં આવ્યું છે

શિવ સેના દ્વારા બચ્ચા બચ્ચાં રામ કા જન્મ ભૂમિ કે કામ કા.. હિન્દૂ રક્ત ના ટીપે ટીપે મંદિર બનશે ઇટે ઇટે…ચાલો અયોધ્યા…જય શ્રી રામ ના નારા સાથે શનિવાર ભગવાન શ્રીરામની મહાઆરતી ધક્કાવાળી મેલડી મંદિર ખાતે યોજાશે જેમાં ધર્મપ્રેમી જનતાએ પધારવા શિવસેના મોરબી જીલ્લા પ્રમુખ દિગુભા ઝાલા, શહેર પ્રમુખ કમલેશભાઈ બોરીચા અને તાલુકા પ્રમુખ કૃષ્ણસિંહ ઝાલાએ નિમંત્રણ પાઠવ્યું છે

Comments
Loading...
WhatsApp chat