રેલ્વે તંત્રની આડોડાઈથી બ્રાંચ કેનાલમાં નાળું બનાવવામાં વર્ષોથી વિલંબ

છ વર્ષ પૂર્વે પેમેન્ટ કર્યા છતાં નાળું હજુ બન્યું ના હોવાના ખેડૂતોના ગંભીર આક્ષેપ

 

ધ્રાંગધ્રા શાખા નહેરની માઈનોર બ્રાંચ કેનાલમાં માલણીયાદ ડી ૧૭ બ્રાન્ચની કેનાલ શક્તિનગર ગામ પાસે આવેલ રેલ્વે સ્ટેશન આવેલું હોય જ્યાં નીચે નાળું બનાવવા માટે રેલ્વેની મંજુરી મળ્યા બાદ રેલ્વેની આડોડાઈને પગલે નાલાનું કામ હજુ બાકી છે અને કેનાલમાં બાવળ ઉગી નીકળ્યો છે

 

ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં નાળું બનાવવા માટે રેલ્વેની મંજુરી મળ્યે અંદાજે ૨.૪૮ કરોડ રકમ પણ તા. ૦૪-૦૧-૨૦૧૨ ના રોજ રેલ્વે વિભાગને ચેકથી ભરી આપ્યા છે છતાં નાલાનું કામ હજુ ૭૦ ટકા જ પૂર્ણ થયું છે અને બાકી ૩૦ ટકા કામ છેલ્લા ત્રણ વર્ષથી રાજકીય ખેંચતાણને લીધે ખોરંભે ચડ્યું છે

 

જેના લીધે બીજી ૨૨ કિમી માઈનોર ડી ૧૭ કેનાલ સુકી ભઠ્ઠ પડેલ છે જેમાં બાવળ પણ ઉગી નીકળ્યા છે અન છેલ્લા બે વર્ષથી વરસાદની અછતના હિસાબે ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અને આસપાસના સાતેક ગામમાં સિંચાઈ માટે બોરનો ઉપયોગ કરે છે પરંતુ ત્યાં ખારું પાણી હોવાથી પાક નિષ્ફળ જતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે

 

તો આસપાસના ગામના ખેડૂતોએ કરેલી મીટીંગમાં લોકસભા ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે અને અંદાજે ૧૩૦૦ ખેડૂતોની ૮૦૦૦ હેક્ટર જમીન પિયત હેઠળ આવે તેથી નાલાનું કામ બે માસમાં પૂર્ણ કરી પિયત માટે પાણી આપવાની માંગ કરવામાં આવી રહી છે

 

Comments
Loading...
WhatsApp chat