Billboard ad 1150*250

લોકસભા ચુંટણીની આચારસંહિતા હજુ પણ લાગુ, જાણો સેવાસદનમાં શું થયું ?

0 88
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        દેશમાં લોકસભા ચુંટણીની આચારસંહિતા અમલી હોય જેથી મહાનુભાવોની તખ્તી પર સફેદ બોર્ડ ઢાંકી દેવાયા હતા જોકે હવે ચુંટણી પૂર્ણ થઇ ગઈ છે પરંતુ તંત્ર માટે આચારસંહિતા અમલી હોય તેમ હજુ બોર્ડ હટાવવાની તસ્દી લેવામાં આવી નથી

        મોરબીના તાલુકા સેવાસદનમાં ચુંટણીઆચારસંહિતાને પગલે રાજકીય આગેવાનોના નામ લખેલી બેંચ, વિવિધ તખ્તીઓ પર કલરના પીંછડા ફેરવી દેવાયા હતા અથવા તો તખ્તીને ઢાંકી દેવામાં આવી હતી મોરબી તાલુકા સેવા સદનમાં પણ જેના હસ્તે ઉદ્ઘાટન કરાયા હોય તેના નામની તખ્તી પર સફેદ બોર્ડ મારી ઢાંકી દેવાઈ છે જોકે લોકસભા ચુંટણી પૂર્ણ થઇ ચુકી છે અને નવી સરકારે કામકાજ પણ શરુ કરી દીધું છે આચારસંહિતા હવે અમલી નથી પરંતુ મોરબીના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ હજુ પણ આચારસંહિતાનો ચુસ્ત અમલ કરતા હોય તેવું લાગી રહ્યું છે અને ઢાંકી દેવાયેલ બોર્ડ અને તખ્તીઓ હજુ જેમની તેમ સ્થિતિમાં જોવા મળી રહી છે ત્યારે આ તંત્રની બેદરકારી ગણવી કે પછી આળસ તેવી ચર્ચા પણ નાગરિકોમાં જોવા મળી રહી છે   

Comments
Loading...
Share This
WhatsApp chat