લોહાણા વિદ્યાર્થી ભવનમાં ત્રણ દિવસ હિંડોળા દર્શન

લોહાણા વિદ્યાર્થી ભવન મોરબી આયોજિત મોરબી હવેલી ટ્રસ્ટ તથા સમસ્ત વૈષ્ણવોના સાથ સહકારથી મોરબીના લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે તા. ૧૩ થી ૧૫ સુધી ત્રણ દિવસીય હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. લોહાણા વિદ્યાર્થી ભવન દ્વારા ત્રણ દિવસીય હિંડોળા દર્શનનું આયોજન કરાયું છે જેમાં તા. ૧૩ ને રવિવારથી તા. ૧૫ ને મંગળવાર દરમિયાન રોજ સાંજે ૬ થી રાત્રીના ૧૧ સુધી હિંડોળા દર્શન યોજાશે જેમાં દરરોજ વિવિધ હિંડોળા દર્શન યોજવામાં આવશે તે ઉપરાંત તા. ૧૫ ને મંગળવારના રોજ રાત્રીના ૧૨ કલાકે કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે તો મોરબીમાં આયોજિત ત્રણ દિવસીય દિવ્ય હિંડોળા દર્શનનો ભક્તોએ લાભ લેવા લોહાણા વિદ્યાર્થી ભવનના હોદેદારો દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat