કલા મહાકુંભમાં મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા સતત બીજા વર્ષે ગુજરાતના વિવિધ જૂથના કલાકારો માટે ૨૨ જેટલી કલાકૃતિઓનું આયોજન કર્યું હતું. જેમાં વિનય ઇન્ટરનેશનલ શાળાના ૪૧ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

એક પાત્રીય અભિનય વયજૂથ (૬ થી ૧૪)માં પ્રથમ સ્થાન એકલવ્ય સીવાચ, દ્વિતીય સ્થાન જેની વિરમગામા અને તૃતીય સ્થાન ઉદય ઉઘરેજાએ મેળવી ત્રણેય સ્થાન વિનય ઇન્ટરનેશનલના નામે નોધાવ્યા હતા. એક પાત્રીય અભિનય વય જૂથ (૧૫ થી ૨૦)માં દ્વિતીય સ્થાન કૈરવી ફૂલતરીયા અને તૃતીય સ્થાન દેવ રાવલે મેળવી બે સ્થાન વિનય ઇન્ટરનેશનલના નામે નોધાવ્યા હતા.

સમુહગીત વયજૂથ (૬ થી ૧૪)માં પ્રથમ સ્થાન (રમ્યા રોખડે, ચિરાગ રોખડે, વિશ્વા સરડવા, હેત્વી ખખ્ખર, મીત ભૂત) વિધ્યાર્થીઓના સમુહે મેળવ્યું હતું. અને દ્વિતીય સ્થાન ( નિત્યા પટેલ, નિર્વિ પટેલ, પૃષ્ટિ વાધડીયા, હિયા દેથારીયા, યશ્વી ચંદીભમર) વિધ્યાર્થીઓના સમુહે મેળવ્યું હતું. તેમજ સમુહગીત વયજૂથ (૧૫ થી ૨૦)માં દ્વિતીય સ્થાન (લકી મેંદપરા, વેગા સાઈની, યાત્રી પંડ્યા, અવંતિકા યાદવ, બંસરી દોરી) વિધ્યાર્થીઓના સમુહે મેળવ્યું હતું.

વિદ્યાર્થીઓના અને શિક્ષકોના ખુબજ પ્રસંસનીય પ્રદર્શન બદલ વિનય ઇન્ટરનેશનલ શાળાના સંચાલક મંડળ, આચાર્ય, શિક્ષકો તેમજ બધાજ વિદ્યાર્થીઓ વિજેતા બાળકોને શુભેચ્છા પાઠવે છે.

Comments
Loading...
WhatsApp chat