


મોરબીમાં ઉમિયા ચોક આસપાસનો વિસ્તાર રવાપર પંચાયતમાં આવતો હોવાથી નગરપાલિકા દ્વારા કચરો કલેક્ટ કરવામાં આવતો નથી. જેથી સ્થાનિકોએ ચીફ ઓફિસર અને રવાપર ગ્રામપંચાયતને રજુઆત કરી હતી.
મોરબીના પોસ વિસ્તાર ઉમિયા ચોક ,રવાપર રોડ આજુ બાજુમા ગોકુલનગર , શાસ્ત્રી નગર , ચબૂતરા સામે , ઉમિયા ચોકની બાજુમાં આવેલ ગ્રામ પંચાયતની સોસાયટીમા કચરા કલેકશન માટે કોઇ આવતું નથી કારણકે આ સોસાયટીઓ રવાપર પંચાયત મા આવે છે એટલે નગરપાલિકાને ફોન કરતા તે કચરો લેવા આવતા નથી તેમનું કહેવાનું એવું થાય છે કે આ વિસ્તાર રવાપર ગામ પંચાયતમા આવે છે તેવી સ્થાનિકોએ જણાવાયું હતું. તેમજ જો કચરા કલેકશન માટે જે કંઇ ચાર્જ દેવાનો થતો હોય તો પણ આપવા બધા તૈયાર છીએ. તાત્કાલિક અહીંથી કચરો કલેકશન શરૂ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા ઉઠી છે.

